દ્વારકામાં ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં CSC કોડિનેટર ટ્રેનીંગ એન્ડ ફિલ્ડ ટ્રીપ કાર્યક્રમ યોજાયો
Live TV
-
દ્વારકામાં ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં CSC કોડિનેટર ટ્રેનીંગ એન્ડ ફિલ્ડ ટ્રીપ કાર્યક્રમ યોજાયો
દ્વારકામાં ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં CSC કોડિનેટર ટ્રેનીંગ એન્ડ ફિલ્ડ ટ્રીપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સનાતન સેવા મંડળના શ્રી કેશવાનંદ સ્વામીજી મહારાજ તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. કોડીનેટરોને લોક વિજ્ઞાન કેન્દ્રમાં નવિનતા લાવવા માટે સંવાદ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિજ્ઞાન કેન્દ્રની જવાબદારીઓ તેમજ વૈદિક ગણિતને સરળ બનાવવા સમજણ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત હાઈકોલેટી ટેલિસ્કોપ મારફતે વિવિધ ગ્રહો, નક્ષત્રોને જોવા-જાણવા અને માણવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
