અમદાવાદના પૂર્વ મેયર ડો. મુકુલ શાહનું નિધન, PM એક્સ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
Live TV
-
અમદાવાદના પૂર્વ મેયર અને ગાયનેકોલોજિસ્ટ ડો. મુકુલ શાહનું દુ:ખદ અવસાન થયું. પૂર્વ મેયરના અવસાન પર PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. મોદીએ સોશિયલ મીડિયા એપ એક્સ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પ્રધાનમંત્રી એક્સ પર પોસ્ટ કરીને ડો. મુકુલ શાહના શહેરના વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના તેમના યોગદાનને હંમેશાં માટે યાદ રાખવાની વાત કહી છે. પ્રધાનમંત્રીએ મુકલ સાહના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે "ડો. મુકુલ શાહના અવસાનથી દુઃખ થયું. અમદાવાદના મેયર તરીકે શહેરના વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસો માટે તેઓને હંમેશાં યાદ રાખવામાં આવશે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના".
