Skip to main content
Settings Settings for Dark

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ

Live TV

X
  • કોડિનારમાં 8 ઈંચ, સુત્રાપાડા, વિસાવદર અને માળિયાહાટિનામાં 4, 4 ઈંચ વરસાદ

    ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.છેલ્લા બે ત્રણ દિવસથી શ્રીકાર વર્ષાને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે.રાજ્યના 60થી વધુ તાલુકામાં એકથી 16 ઈંચ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો છે.ગઈકાલે સાંજે માત્ર બે કલાકમાં જ જાણે આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.આ સિવાય રાજ્યના કોડિનારમાં 8 ઈંચ, સુત્રાપાડા, વિસાવદર અને માળિયાહાટિનામાં 4, 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.જ્યારે ખાંભા અને ગીર ગઢડામાં 3 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.તો રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં પણ 4 થી 6 ઈંચ મેઘવર્ષા થઈ હતી.રાજ્યમાં શ્રીકાર વર્ષાને કારણે નદી-નાળા છલકાયા હતા.ચેકડેમમાં નવા નીરની આવક થઈ હતી.વાવેતર માટે કાચા સોના જેવા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા.તો રાજકોટમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જિલ્લાના લોધીકા, ધોરાજી અને પડધરીમાં દોઢ ઈંચ જ્યારે જામકંડોરણા અને ગોંડલમાં એક ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.તો નવસારીમાં પણ સારા વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.તો વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.3થી 4 ઈંચ વરસાદને કારણે નીંચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો મોરબીમાં વરસાદથી ખેડૂતોનો આનંદ સમાતો ન હતો.આ તરફ રાજ્યના મહત્વના શહેર અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વેજલપુર, સેટેલાઈટ, શ્યામલ, થલતેજ, મેમનગર, ગોતા, સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply