Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો દરેક જિલ્લાની વરસાદની સ્થિતિ..

Live TV

X
  • જામનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા

    જામનગરમાં આજરોજ સવારે જામજોધપુરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે..જ્યારે કાલાવડમાં 4 ઈંચ , ધ્રોલ 3.5 ઈંચ, લાલપુર ૩ ઇંચ,જોડિયા 2 ઇંચ,જામનગર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે.જિલ્લાના રણજીતસાગર, ઉંડ-1 અને સસોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે..

    કચ્છા જિલ્લામાં પણ ગઈકાલથી જ મેઘમહેર થઈ રહી છે..નખત્રાણાના વાલકા મોટા વિસ્તારમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ પડ્યો છે..ગામમાં આવેલી નદીમાં ભારે પાણીનું વહેણ જોવા મળ્યુ હતુ.કચ્છના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ થયો છે..

    મોરબીમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયુ છે..છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 18મીમી, વાંકાનેરમાં 69 મીમી, ટંકારામાં 157 મીમી, હળવદ અને માળિયામાં નહીવત વરસાદ નોંધાયો છે..વરસાદને કારણે ધરતીપુત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યો છે..

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંબેલાધાર સાર્વત્રિક વરસાદથી જન જીવન પ્રભાવિત થયું હતું.આં તકે દ્વારકા માં છેલ્લા ૧૨ કલાકમાં ૫ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો હતો.અને શહેર નાં તમામ માર્ગો પાણી પાણી થયા હતા.ત્યારે દ્વારકા નાં મુખ્ય વિસ્તાર એવા ભદ્રકાળી ચોક , ઇસ્કોન ગેઇટ અને હાઇવે રોડ પર ગોઠણ ડૂબ પાણી ભારે વર સાદ ને લીધે ભરાયાં હતાં..કલ્યાણપુર તાલકામાં ૧૨ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ, ભાણવડ તાલુકામાં છેલી ૧૨ કલાક માં ૭ થી ૮ ઇંચ વરસાદ થી નદી નાળા ઓવરફલો...ખંભાળિયા માં 19 ઇંચ જેટલા વરસાદ બાદ ધીમી ધારે વરસાદ. સરું રહ્યો હતો અને લગભગ તમામ માર્ગો પર પાણી ઓસરવા લાગ્યા હતા. અનેક નીચાણ વારા વિસ્તારોના ઘરો પાણી ભરાયાં. બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી આં તકે NDRF ની ટીમ પણ પહોંચી હતી..

    અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે..જાફરાબાદ અને વડિયા પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે..જાફરાબાદનો દરિયો પણ તોફાની બન્યો છે..ગઈકાલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે..તો 700થી વધુ બોટ દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે..બગસરા,લાઠી, રાજુલામાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે..જેથી નદી-નાળા છલકાયા છે..ખાંભા પંથકમા અનરાધાર ત્રણ ઇંચ વરસાદ પડી જતા અહીની નાનુડી નદીમા ભારે પુર આવ્યું હતુ. વાડી ખેતરો પાણીથી લથબથ બન્યાં હતા. અહીના મોભનેસ ડેમમા નવા નીરની આવક ચાલુ થઇ હતી. ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાં પણ જળસ્તર વધ્યુ હતુ.લીલીયા અને ધારીમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો..પ્રાચી પાસે આવેલ સરસ્વતી નદીનો પુલ ધોવાતા રાહદારીઓ પરેશાન થયા હતા.તો સૂત્રાપાડા અને વેરાવળમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ગીર પથંકમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ પડી રહેલા વરસાદના પગલે તાલાલાની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ પ્રાચી માધવરાય મંદિર 10 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માધવરાય ભગવાનની પ્રતિમા ઉપરથી 15 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છે. બીજી તરફ સીંગોડા નદી પર ઘાટવડ રૂદરેશ્વર મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલો ચેરડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે ચેકડેમોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    રાજકોટમાં પણ ગઈકાલથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે..રાજકોટમાં આખી રાત પડેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાય જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પોપટપરા નાળુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.તો ગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

    ભાવનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે..ભારે વરસાદની આગાહી વચ્ચે તળાજા, મહુવા અને જેસરમાં રાત્રી દરમિયાન હળવા ઝાપટા પડ્યા છે..ગારિયાધાર પંથકમાં રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટુ પડ્યુ..ભાવનગરના ઘોઘા સિહોર અને ઉમરાળા પંછકમાં ઝરમર વરસાદ નોંધાયો છે..

    અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.જિલ્લાના ભિલોડા,મેઘરજ અને ધનસુરા માં વરસાદ વરસ્યો હતો. ભિલોડા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભિલોડા પંથકના લીલછા અને શામળાજી માં ભારે પવન અને વીજ કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.ધનસુરા માં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો.જિલ્લા ના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો.વરસાદ થી રોડ પર પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.અસહ્ય ઉકરાટ વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી જેને લઈને લોકોને ગરમી થી રાહત થઈ હતી.

    અમદાવાદ.શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ વર્સી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, નવરંગપુરા, જમાલપુર, પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર, બાપુનગર, નરોડા, નિકોલ, સેટેલાઈટ, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે..

    પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદથી સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું.તો કુતિયાણામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

    જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી મેઘરાજાની મહેર ઉભરાતા વિસાવદર અને માળીયાહાટીના પંથકમાં ધોધમાર પડતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. નદી - નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, વંથલી, જૂનાગઢમાં 4-4 ઇંચ અનરાધાર વરસાદ નોંધાયો છે.

    હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદની વકી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply