સુરતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 5500ને પાર
Live TV
-
ગઈકાલે રાજ્યમાં નોંધાયેલા 725 કેસ બાદ આજે ભાવનગરમાંથી નવા 8 કેસ નોંધાયા
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે.ગઈકાલે રાજ્યમાં નોંધાયેલા 725 કેસ બાદ આજે ભાવનગરમાંથી નવા 8 કેસ નોંધાયા.જેના કારણે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 360 થઈ ગઈ છે.આ સિવાય પાટણ જિલ્લામાંથી પણ નવા 7 કેસ મળી આવતા જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 271 થઈ ગઈ છે.તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ નવા 5 કેસ મળતા કુલ સંક્રમિતોની સંખ્યા 231 થઈ ગઈ છે.સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.ભરૂચમાંથી પણ 4 કેસ પોઝીટિવ આવ્યા.તો મોરબી જિલ્લામાંથી પણ વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા.50 વર્ષના એક વૃદ્ધા અને 34 વર્ષની એક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબી જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે.ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતમાંથી 254 કેસ સામે આવ્યા હતા.જ્યારે અમદાવાદમાં 177, વડોદરામાં 64, રાજકોટમાં 42, વલસાડમાં 23 અને ભરૂચમાંથી 15 કેસ સામે આવ્યા હતા.રાજ્યમાં ગઈકાલે 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.જ્યારે 486 લોકો સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે અમારા સંવાદદાતાઓએ વધુ માહિતી આપી હતી
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 5,500 ને પાર થઈ ચૂક્યો છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વધતા કોરોના સંક્રમણને રોકવા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેક્સટાઇલ ઉદ્યોગની જવાબદારી નવસારીના સાંસદ C.R.પાટીલને સોંપી હતી. જે અંતર્ગત C.R. પાટીલે ટેક્સટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે , મિટિંગ કરી ટેક્સટાઈલ ઉદ્યોગને ચાલુ રાખવો છે કે કેમ, તે અંગે સૂચનો લીધા હતા.,. જેમાં તમામ ટેક્સટાઈલ અગ્રણીઓએ એક સૂરમાં કહ્યું હતું કે, ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ કરવો એ કોઈ ઉપાય નથી. નિયમોનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા મુદ્દાઓ પર તમામે સંમતિ વ્યક્ત કરી હતી. C.R.પાટીલે પણ જણાવ્યું હતું , કે કાપડ ઉદ્યોગ બંધ થશે તો તેને ફરી શરૂ કરવા મુશ્કેલી ઉભી થશે. જોકે આજે અધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનર સાથે, વધુ ચર્ચા બાદ ,આ અંગે નિર્ણય લેવાશે
