દ્વારકા નજીકનો શિવરાજપુર બીચ: બ્લૂ ફ્લેગની સફળતા અને પ્રવાસીઓનો ધસારો
Live TV
-
શિવરાજપુર બીચ તેની વિશેષતાઓ અને સ્વચ્છતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયો છે.વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી.
2023માં 6,78,647 પ્રવાસીઓ,2024માં 6,80,325 પ્રવાસીઓ (સ્રોત: TCGL)2020માં આ પ્રતિષ્ઠિત સર્ટિફિકેશન મળ્યું. આ પ્રમાણપત્ર 32 માપદંડો (પાણીની ગુણવત્તા, સુરક્ષા, પર્યાવરણ જાળવણી)ના આધારે આપવામાં આવે છે.
અહીં સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને સ્કિઇંગ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઉપલબ્ધ છે.શિવરાજપુરની સફળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ પહેલને પ્રોત્સાહન આપી રહી છે. પ્રવાસન અને સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.8-9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે, જે કચ્છ અને સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત હશે.શિવરાજપુર દરિયાકિનારો ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપીને વિકસિત ગુજરાત@2047 ના લક્ષ્ય તરફ આગળ વધારી રહ્યો છે.
