Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી

Live TV

X
  • ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે "સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે "સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ખુશનુમા માહોલમાં પેવેલિયન ખાતે ટર્ફમાં મંત્રી મંડળ અને સનદી અધિકારીઓનો કુલ ચાર ટીમ નર્મદા ઇલેવન, તાપી ઇલેવન, સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. આ સમયે મેદાન પર આવી પહોંચેલા મુખ્યમંત્રીએ સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન ટીમના ખેલાડીઓ સાથે પરિચય કરી ગ્રુપ ફોટો પણ પડાવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ બેટિંગ હાથ અજમાવતા શાનદાર ક્રિકેટ પરફોર્મન્સ આપ્યું હતું.

    આ સમયે મંત્રી ઈશ્વરભાઈ પટેલે બોલિંગ કરી હતી અને મંત્રી ઋષિકેશ પટેલે ફિલ્ડિંગ કરી હતી. મંત્રી કુંવરજી બાવળિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેટિંગ બાદ મુખ્યમંત્રીએ બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો. ક્રિકેટ મેચમાં ઉત્સાહવર્ધક દેખાવ કરી મુખ્યમંત્રીએ ગુજરાત વિકાસની મેચમાં પણ વિજયી થાય એવી ભાવના વ્યક્ત કરી હતી. આ સાથે જ સનદી અધિકારીઓ માટે લીડરશીપ, ટીમવર્ક અને સતર્કતા માટે પેવેલિયન ઉપર મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં રનિંગ ટીક ટેક ટો, ફ્લોર મેઝ પઝલ સોલવિંગ અને અવેરનેસ ગેમ્સ તમામ સનદી અધિકારીઓએ આનંદ માણી સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply