Skip to main content
Settings Settings for Dark

CWG 2030ની ગુજરાતને યજમાની મળતા ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસભેર વધાવાઇ

Live TV

X
  • કોમનવેલ્થ ગેમ્સ 2030 ની ગુજરાતને યજમાની મળતા ઐતિહાસિક સફળતાને ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસભેર વધાવાઇ.ઢોલ નગારા અને ફટાકડાની સાથે વાજતે ગાજતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પરસ્પર મ્હોં મીઠું કરાવી હર્ષ વ્યક્ત કર્યો.નરેન્દ્રભાઈનું વિઝન છે કે, કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની  સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ :મુખ્યમંત્રી

    ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી હતી. 

     કોમન વેલ્થ ગેઇમ્સ 2030 ના આયોજન  માટેના બીડમાં ભારતને મળેલા વિજયને પગલે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવેલિયનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ એ આદિવાસી નૃત્ય કરી આ ઘડીને આવકારી હતી. 

    આ ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નરેન્દ્રભાઈનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં  વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા  છીએ.નરેન્દ્રભાઈ મોદીએ  ગેમ્સ માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે તેનાથી આજે આ ઐતિહાસિક સફળતા મળી છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી છે. તેમના માર્ગદર્શનમાં આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ. 

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે. નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે. જે બદલ સૌને અભિનંદન પાઠવું છું. 
    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે. 

    આ ખુશીને વધાવી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારત અને ગુજરાતનો વિકાસ આભ ને આંબી જાય  તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રી મંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે  મંત્રી મંડળ ના સૌ મંત્રીઓ,મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply