દ્વારકા: રઘુવંશી લોહાણા સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
Live TV
-
૩ વર્ષથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે
દ્વારકામાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા છેલ્લા ૩ વર્ષથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં સતત ૨૧ દિવસ સુધી માત્ર સમાજ માટે જ નહિ પરંતુ સમગ્ર દ્વારકા અને અહી ક્રિકેટ મેચ નિહાળવા આવતા દરેક પ્રેક્ષકો માટે ભગવાન જલારામ બાપાની પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ ક્રિકેટનાં નાઈટ ટુર્નામેન્ટનાં અંતિમ દિવસે ફાઈનલ મેચની શરૂઆત સાંસદ પૂનમ બેન માડમ, પબુભા માણેક અને પ્રાંત અધિકારી દ્વારકા તથા લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મેચના અંતે વિજેતા ટીમ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન અને મેન ઓફ ધ મેચ જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
