રાજ્યસભા ચૂંટણીઃ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ભર્યુ ફોર્મ
Live TV
-
પાંચમી જુલાઇએ યોજાશે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન
ગુજરાતમા રાજ્યસભાની બે બેઠક પરથી ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે બપોરે વિજય મુહુર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું...
ભાજપે રાજ્યની ખાલી પડેલી બંને રાજ્યસભા સીટ માટે પોતાના બે ઉમેદવારના નામની ગઇકાલે જાહેરાત કરી હતી.. વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોર ગાંધીનગર પહોંચ્યા જ્યા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભા સીટો પર આપવામાં આવેલા રાજીનામા બાદ ખાલી પડેલી સીટ પર એસ જયશંકર અને જુગલજી ઠાકોરના નામની જાહેરાત કરાઇ હતી. ફોર્મ ભરતી વેળાએ સીએમ વિજય રૂપાણી,ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.. 5 જુલાઈના રોજ રાજ્યસભા માટે વોટિંગ થશે.ગુજરાતની બે ઉપરાંત બિહારની એક અને ઓરિસ્સાની ત્રણ સીટનો પણ સમાવેશ થાય છે..આ અગાઉ બીજતના અમર પટનાયક અને સંબિત પાત્રાએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપા ઉમેદવાર અશ્વિની વૈષ્ણવે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. રામવિલાસ પાસવાને બિહારથી રાજ્યસભા માટે ઉમેદવારી કરી છે.
