ધનસુરા ખડોલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Live TV
-
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોની રજુઆતોની કામગીરી ઝડપથી થાય એ માટે સરકારે શરુ કરેલ સેવાસેતુ કાર્યક્રમથી લોકોને કામગીરી સરળતાથી થઇ રહી છે. ત્યારે આ કાર્યક્રમનો લાભ લેવા માટે ધનસૂરા અને તેની આસપાસના 15 ગામના અનેક લોકો ઉમટી પડ્યાં હતાં. આ કાર્યક્રમમાં 900થી વધુ લોકોએ પોતાના પ્રશ્નો અને સમસ્યા રજૂ કરવામાં આવ્યાં હતાં તેમજ લોકોની રજુઆતોનો સ્થળ પરજ નિકાલ કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં લોકોને આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, પાણી પત્રક, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, માં અમૃતમ યોજના, આધાર કાર્ડને લગતી કામગીરીઓ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ પટેલ, ધનસુરા ટીડીઓ મિતુલભાઇ પટેલ, ધનસુરાના નાયબ મામલતદાર જે.જે.પટેલ, ખડોલના સરપંચ ભલાભાઈ ભરવાડ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
