Skip to main content
Settings Settings for Dark

સેલવાસમાં ઇ લાઇબ્રેરીનો કરાયો પ્રારંભ

Live TV

X
  • દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા સેલવાસની સેન્ટ્રલ લાઈબ્રેરી જેની સ્થાપના 1955મા કરવામા આવી હતી જેમા વિવિધ પુસ્તિકાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ લાઈબ્રેરીમા હાલના સમયમા ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહેલ દેશની સાથે કદમથી કદમ મિલાવવા માટે ઈ લાઈબ્રેરીનો પણ શુભારંભ કરવામા આવ્યો છે. આ સેન્ટ્રલ લાઈબ્રેરીમા ચાર હજાર જેટલા સભ્યો છે, અને 22હજારથી વધુ પુસ્તકોનુ કલેક્શન છે. જે વાચકોને વાચવા મળી રહે છે. પરંતુ સુનિયોજિત રીતે વાચકોને સુરુચિ સાથે વાંચન કરવા માટે વાતાવરણ ઉભુ થાય એના માટે પ્રસાશન દ્વારા પહેલ કરવામા આવી છે. આ સેન્ટ્રલ લાઈબ્રેરીમા ચિલ્ડ્રન સેક્શનમા 35થી વધુ બાળકો એકસાથે વાંચન કરી શકે છે,કોમન સેક્શનમા 50થી વધુ લોકો બેસી વાંચન કરી શકે એવી સુવિધા છે. આજ રીતે પ્રતિયોગીતાત્મક પરીક્ષાની તૈયારી માટે જેમા સિવિલ સર્વિસીઝ, એન્જીનીયરીંગ, મેડીકલ, યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી માટે પણ અલગ સેક્શન બનાવવામા આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply