ડાંગમાં યોજાયો દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ
Live TV
-
ડાંગ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણનો કેમ્પ ડાંગ જિલ્લાના શિવારિમાળ મુકામે અંધજન શાળામાં યોજાયો. અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ દ્વારા અમલીકૃત ભારત સરકારની એ ડી આઈ પી યોજના અંતર્ગત અંધજન અને શારીરિક ખોડખાપણ ધરાવતા બાળકો અને ગ્રામ્યજનોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં 13 જેટલા અલગ અલગ સાધન 118 દિવ્યાંગ લાભાર્થી કુલ 30 લાખ 70 હજારની સાધન સહાય આપવામાં આવી. જેથી કરીને તેમનું જીવન તેઓ સારી રીતે અને સહેલાઇથી કામ કરી શકે. આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી કલેકટર શ્રી શિવાજી તબીયાર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી ચૌધરી સાહેબ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી ચિરાગ જોષી સાહેબ તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશ મેહતા તેમજ અંધજન મંડળ ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી જ્યોતિષ ચૌધરી હાજર રહ્યા હતા. અને તમામ દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણ કર્યું હતું.
