ધોરણ 10 અને 12ની 11 માર્ચથી શરુ થયેલી બોર્ડની પરીક્ષાનો આજે ત્રીજો દિવસ
Live TV
-
આજે ધોરણ 10નું ગણિતનું અને ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. 11 માર્ચથી શરુ થયેલી આ પરીક્ષાનો આજે ત્રીજો દિવસ છે. આજે ધોરણ 10નું ગણિતનું પેપર છે. જે સવારે 10 વાગ્યાથી બપોરે સવા એક વાગ્યા સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં આજે રસાયણ વિજ્ઞાનનું પેપર છે. જે બપોરે 3 વાગ્યાતી સાંજે સાડા છ કલાક સુધીનું રહેશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે અર્થશાસ્ત્રનું પેપર છે. જેનો સમય બપોરે 3 વાગ્યાથી સવા છ કલાકનો રહેશે. રાજ્યભરમાં તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંત ચિતે પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વર્ગખંડમાં સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
