ભરૂચ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ઝડપી લીધા
Live TV
-
આરોપીઓએ દહેજના ઝોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને સાડા ત્રણ લાખની ચોરીને અંજામ આપ્યો હતો
ભરૂચ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ દહેજના ઝોલવા તથા વાગરામાં એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને સાડા ત્રણ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ આ ઘટના બાદ તાત્કાલિક એક્શન લેતા આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેમજ વધુ તપાસ હાથ ધરાતા આરોપીઓએ તેમના અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી, જ્યારે બીજી તરફ પોલીસે ભરુચના એટીએમ ચોરીના રૂટ ઉપરના ૫૦૦થી વધુ CCTV ફુટેજનું પોલીસે એનાલીસીસ કર્યું હતું. જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
