Skip to main content
Settings Settings for Dark

ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નોકરીઓનો સૂર્યોદય: ITI ધોલેરાની પ્રથમ બેચ પાસ આઉટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભારતની કુલ મંજૂર ઉત્પાદન ક્ષમતામાં આશરે 1.25 લાખ કરોડના રોકાણ સાથે 40 ટકા હિસ્સો મેળવીને મોખરે રહ્યું છે.

    આ ઝડપથી વિકસતા ઉદ્યોગને કુશળ માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રના સહયોગથી એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે.રાજ્યના સેમિકન્ડક્ટર હબ એવા ધોલેરા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માંથી તાજેતરમાં ‘UHP (અલ્ટ્રા હાઇ પ્યુરિટી) સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની 16વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સફળતાપૂર્વક પાસ આઉટ થઈ છે. દેશમાં આ પહેલો એવો અનોખો પ્રયોગ છે જ્યાં કોઈ ITI કક્ષાએ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે અદ્યતન ક્લીનરૂમ તાલીમ સુવિધા ઊભી કરવામાં આવી હોય અને તેને સીધા કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ સાથે જોડવામાં આવી હોય.આ વિશિષ્ટ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (TATA IIS) દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ITI ધોલેરા ખાતે અદ્યતન 'ISO ક્લાસ 1' ક્લીનરૂમ લેબ સ્થાપિત કરવામાં આવી છે, જેનો સંપૂર્ણ ખર્ચ કંપની દ્વારા જ ભોગવવામાં આવ્યો હોવાથી સરકાર પર કોઈ નાણાકીય બોજો પડ્યો નથી.

    આ લેબમાં ઓર્બિટલ વેલ્ડિંગ મશીનો, IR ફ્યુઝન વેલ્ડિંગ સિસ્ટમ અને હિલિયમ લીક ટેસ્ટિંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને કંપની જેવું જ વાસ્તવિક વાતાવરણ અને 70 ટકા જેટલી પ્રાયોગિક (Hands-on) તાલીમ પૂરી પાડે છે. 6 અઠવાડિયાના આ વિશેષ કોર્સમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની પ્રોફાઇલ ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ધોલેરા સેમિકન્ડક્ટર ફેબ પર કામ કરી રહેલા મુખ્ય કોન્ટ્રાક્ટરોને મોકલી આપવામાં આવી છે. આનાથી સ્થાનિક યુવાનોને ધોલેરામાં જ સેમિકન્ડક્ટર ફેબ્સ, EPC કોન્ટ્રાક્ટરો અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્લીનરૂમ અનુભવ સાથે સીધી નોકરીની શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ થશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી (2022-27) અંતર્ગત આ પ્રોગ્રામ રાજ્યના યુવાનો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply