Skip to main content
Settings Settings for Dark

ધ્રાંગધ્રા–હળવદ હાઇવે પર સોલડી નજીક ખાનગી બસ પલટી, બે મુસાફરોને ઈજા, મોટી જાનહાનિ ટળી

Live TV

X
  • ધ્રાંગધ્રા–હળવદ હાઇવે પર ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. 

    અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

    સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ થતી ટળી હતી. ધ્રાંગધ્રા–હળવદ હાઇવે પર અગાઉ પણ વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચૂકી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply