મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લામાં રૂ.23401 લાખના 49 જેટલાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે (30 જાન્યુઆરી) આણંદની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ.23401.40 લાખના વિવિધ વિભાગના 49 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
કાર્યક્રમની મુખ્ય વિગતો જોઈએ તો, આણંદના ખંભાત તાલુકાના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુલ 49 જેટલા વિકાસ કામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ, રાજ્યના 13 પ્રકલ્પો તથા પંચાયતના 12 પ્રકલ્પો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 10 પ્રકલ્પ, શિક્ષણ વિભાગના 5 પ્રકલ્પ, નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના 5 પ્રકલ્પ તથા આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
