Skip to main content
Settings Settings for Dark

નડિયાદના ડૉ. અમૃતલાલ ભોગાયતાને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખક પુરસ્કાર એનાયત

Live TV

X
  • નડિયાદના ડૉ. અમૃતલાલ ભોગાયતાને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખક પુરસ્કાર એનાયત

    ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના પ્રધાન આચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતાને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સતત પાંચમી વાર રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ સંસ્કૃત પુસ્તક લેખક પુરસ્કાર 2024 એનાયત થયો છે. આ પુરસ્કાર તેમને તેમના હાસ્ય-વ્યંગ પુસ્તક "અન્યોક્તિ કાવ્યમૃતમ" માટે આપવામાં આવ્યો છે, જેમાં તેમણે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના સંવાદો દ્વારા સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

    ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં પણ યોગદાન
    ડૉ. ભોગાયતાનું યોગદાન માત્ર લેખન પૂરતું સીમિત નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત સરકારના આદેશથી ધોરણ 6, 7 અને 8 ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિષયને સરળતાથી સમજાવવા માટે GCERT અને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા "અનિવાર્ય સંસ્કૃતમ" પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકોમાં કાર્ટૂન ચિત્રોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો સરળતાથી સમજાવવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ડૉ. અમૃતલાલ ભોગાયતા મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે, જેમના માર્ગદર્શન હેઠળ ધોરણ 7નું પુસ્તક પૂર્ણ થઈ ચૂક્યું છે અને ધોરણ 8 માટે કાર્ય ચાલી રહ્યું છે.

    નડિયાદ માટે ગૌરવની ક્ષણ

    ડૉ. અમૃતલાલ ભોગાયતાના આ યોગદાન બદલ સમગ્ર નડિયાદ અને ખેડા જિલ્લો ગૌરવ અનુભવે છે. શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે અને સંસ્કૃતના અન્ય શિક્ષકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમના પ્રયાસોથી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, જે શિક્ષણ જગત માટે પ્રેરણાદાયક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply