નડિયાદ-મોડાસા વચ્ચે બે એન્જિનવાળી ડેમુ ટ્રેનને લીલીઝંડી અપાઇ
Live TV
-
નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતેથી સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદ-મોડાસા વચ્ચે બે એન્જિનવાળી ડેમુ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશમાં રેલ્વેનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે
નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતેથી સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદ-મોડાસા વચ્ચે બે એન્જિનવાળી ડેમુ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશમાં રેલ્વેનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે પ્રવાસીઓને પાયાની અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે દેશમાં રેલ્વે સ્ટેશનોને મોડલ સ્ટેશનમાં પરિવર્તિત કરાતા મુસાફરોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. નડિયાદ-મોડાસા વચ્ચે બે કોચની ટ્રેનના બદલે હવે ડેમુ ટ્રેન શરૂ થતા ટ્રેનની ઝડપ વધવા સાથે મુસાફરોના સમયની બચત થશે તેમ ચૌહાણે ઉમેર્યુ હતું.
નડિયાદ-મોડાસા વચ્ચે પરંપરાગત ટ્રેનને બદલે ડેમુ ટ્રેન શરૂ થતાં પરિવહન ઝડપી બનશે. મુસાફરોને ૧૦૪ કિ.મી ની યાત્રા માટે હવે સમય બચશે. આ નવીન ડેમુ ટ્રેનમાં ૨૮૮ મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા છે. મંડલ રેલ પ્રબંધક દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે આણંદ-વડતાલ વચ્ચે પણ ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ડેમુ ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ સ્વચ્છતા અભિયાન અનુસંધાન નડિયાદ રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં, સ્વચ્છતા અભિયાન અનુસંધાન આ સ્વચ્છતા પખવાડીયાના ભાગરૂપે સાંસદ દેવુસિંહ ચૌહાણ, મંડળ રેલ પ્રબંધક દેવેન્દ્કુમારે તથા રેલ કર્મીઓ દ્વારા નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા રૂપી શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અવસરે રેલ્વેના અધિકારીઓ, પ્રવાસીઓ હાજર રહ્યા હતા.
