નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ ફેડરેશન કપ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022 યોજાઈ
Live TV
-
ખેડા જિલ્લાના નડિયાદ સ્પોટસ કોમ્પલેક્સ ખાતે 20 મી નેશનલ ફેડરેશન કપ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022 યોજાઈ હતી. એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા- નવી દિલ્હીના નેતૃત્વ હેઠળ, સદર રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 700 ખેલાડીઓએ, કુલ 40 ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતને 3 સ્વર્ણ પદક, અને 3 રજત પદક પ્રાપ્ત થયા છે. રોહિત કુમાર યાદવને 10 કિલોમીટર ફાસ્ટ દોડ માટે, સ્વર્ણ પદક એનાયત કરવામાં આવ્યો છે. જયારે દ્રષ્ટિ ચૌધરીને 3000 મીટર દોડ, અને 5000 મીટર દોડ માટે, 2 સ્વર્ણ પદક એનાયત કરવામાં આવ્યા છે. 10 કિમી ફાસ્ટ દોડ માટે બાબુભાઇ બરજોદ તેમજ લક્ષીતા સંદીલ્ય 1500 મીટર દોડ અને 800 મીટર દોડ માટે રજત પદક એનાયત કરાયો છે.
