ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86 .91 ટકા આવ્યું
Live TV
-
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86 .91 ટકા આવ્યું છે. ગઇકાલે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામોમાં વિદ્યાર્થીનિઓ મેદાન મારી ગઈ છે. આ વખતની પરીક્ષાઓમાં બે લાખ, 23 હજાર, 48 વિદ્યાર્થીઓ અને એક લાખ, 80 હજાર, 856 વિદ્યાર્થીનિઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી એક લાખ, 68 હજાર, 173 વિદ્યાર્થીઓ એટલે કે 84 પોઇન્ટ 67 ટકા પાસ થયા છે. જ્યારે એક લાખ, 61 હજાર, 872 એચલે કે 89 પોઇન્ટ 23 ટકા વિદ્યાર્થીનિઓ બારમા ધોરણ સામાન્ય પ્રવાહમાં ઊર્તીણ થઈ છે.
સમગ્ર રાજ્યમાં સુબીર, છાપી અને અલારસા કેન્દ્રોનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું 56 પોઇન્ટ 43 ટકા પરિણામ ડભોઈ કેન્દ્રનું આવ્યું છે. જિલ્લા પ્રમાણે જોતાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ 95 પોઇન્ટ 41 ટકા પરીક્ષાર્થીઓ પાસ થયા છે. જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું લગભગ સાડા છોંતેર ટકા પરિણામ આવ્યું છે.
