છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 4 હજાર 270 નવા કેસો નોધાયા
Live TV
-
દેશમાં ફરી આંશિક રીતે કોરોનાના કેસ ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 4 હજાર 270 નવા કેસો નોધાયા છે. જયારે 2 હજાર 619 દર્દીઓ સાજા થયા છે. તો 15 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 24 હજાર 52 છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં 11 લાખ 92 હજાર 427 ડોઝ આપવામાં આવ્યા છે. જયારે અત્યાર સુધી 194 કરોડથી પણ વધુ ડોઝ અપાયા છે.
