Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ધો.10 નું પરિણામ 65.18 ટકા જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ

Live TV

X
  • સુરત જીલ્લાએ સૌથી વધુ 75.64 ટકા પરિણામ મેળવ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ 54.29 ટકા જાહેર થયું છે.

    રાજ્યમાં ધોરણ 10 નું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સુરત જીલ્લાએ સૌથી વધુ 75.64 ટકા પરિણામ મેળવ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ 54.29 ટકા જાહેર થયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના,  2,532 વિદ્યાર્થીઓએ  A-વન ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લામાં 14 જેટલી શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે.  માત્ર 4 શાળાનું  પરિણામ 10 ટકા આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાનું  72.86 % પરીણામ આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 94.80 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 39,262 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી..  જેમાં 1,561 વિદ્યાર્થીઓએ A- 1 ગ્રેડ મેળવ્યો છે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા એ જણાવ્યું હતું  કે, રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો છે, તે ગૌરવપૂર્ણ બાબત છે. દાહોદનું રુવાબરી મુવાડા કેન્દ્રનું પરિણામ 19.17 ટકા આવ્યું છે, જે રાજ્યનું સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર છે. રાજ્યમાં કુલ 294 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે, તો 121 શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યું છે. 1,007 શાળાઓમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓએ પરિણામ 59.92 ટકા અને વિદ્યાર્થિનીઓએ 71.66 ટકા પરિણામ મેળવ્યું છે. રાજ્યમાં કુલ 7,72,771 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી  5,03,726  વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે... તથા કુલ 1,33,520  રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 30.75 ટકા જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply