સ્નેહાએ દિવ્યાંગતાને પડકાર આપ્યો અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં 91 ટકા મેળવ્યા
Live TV
-
સ્નેહાએ ધોરણ- 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 91 ટકા મેળવીને પોતાની દિવ્યાંગતાને પડકારી, સિદ્ધિ મેળવી છે.
મન હોય તો માળવે જવાય આ ઉક્તિ છોટાઉદેપુરના ચીલરવાંટ ગામની દિવ્યાંગ યુવતી સ્નેહા રાઠવાએ સાબિત કરી છે. સ્નેહાએ ધોરણ- 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 91 ટકા મેળવીને પોતાની દિવ્યાંગતાને પડકારી, સિદ્ધિ મેળવી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્નેહા અને તેના પરિવારનું સન્માન કર્યું હતું.
બાળપણમાં ધાબા ઉપર પતંગ ઉડાવતી વખતે સ્નેહા અકસ્માતે વીજ વાયરને સ્પર્શ કરી ગઈ હતી. જેના કારણે સ્નેહા 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. સારવાર દરમિયાન સ્નેહાના બંને હાથ કાંડા સુધી કાપવાની ફરજ પડી હતી. તેમ છતાં સ્નેહાએ નાસીપાસ થયા વગર હિંમત રાખીને અભ્યાસ શરૂ રાખ્યો હતો.
સ્નેહાના પિતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની નવાકુવા ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સ્નેહાએ આટલું સારુ પરિણામ મેળવીને પોતાના માતા-પિતાને ગૌરવ અપાયું છે. સ્નેહા આ અંગે જણાવે છે કે, હાથ કપાઈ ગયા બાદ પણ તેનું મનોબળ મજબૂત રાખ્યું હતું. અને તેણે UPSC તથા GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને રાષ્ટ્ર સેવા કરવાનો સંકલ્પ લીધો છે.
