Skip to main content
Settings Settings for Dark

નમો મૈત્રી ગોષ્ઠી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

Live TV

X
  • રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે 'નમો મૈત્રી ગોષ્ઠી' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ વિદ્યાર્થીઓને માત્ર એક સારા તબીબ જ નહીં, પરંતુ સંવેદનશીલ અને શ્રેષ્ઠ માનવી બનવા માટે પ્રેરણા આપી હતી.

    જી.જી. હોસ્પિટલમાં મળશે નવી સુવિધા
    સંવાદ દરમિયાન મંત્રી પાનશેરીયાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે આગામી સમયમાં અત્યાધુનિક કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. આ સુવિધાના કારણે દર્દીઓને કાર્ડિયાક સારવારમાં રાહત મળશે અને તબીબી વિદ્યાર્થીઓને પણ અધ્યતન ટેકનોલોજી શીખવાની તક પ્રાપ્ત થશે.

    માનવતા અને સેવાનો પાઠ
    મંત્રીએ જામનગરના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું કે, મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના નિરાધાર બાળકોને આશ્રય આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના યુવા ડોક્ટરોએ પણ આ જ કરુણા અને સેવાભાવને પોતાના તબીબી વ્યવસાયમાં ઉતારવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તબીબી ક્ષેત્ર એ માત્ર વ્યવસાય નથી, પણ માનવસેવાનું સર્વોત્તમ માધ્યમ છે.

    વૈશ્વિક ફલક પર જામનગર
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે જામનગરમાં સ્થાપિત GCTM (Global Centre for Traditional Medicine) દ્વારા ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશ્વસ્તરે ઓળખ મેળવી રહી છે. મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ગુજરાતમાં માત્ર 6-7 મેડિકલ કોલેજો હતી, જે આજે વધીને 42 થઈ છે, જે રાજ્યમાં આરોગ્ય માળખાના સુદ્રઢિકરણને દર્શાવે છે.

    તણાવમુક્ત શિક્ષણ અને જીવન મૂલ્યો
    મેડિકલ વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ અંગે મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે:

    • જીવનમાં ગીતાના 'સ્થિતપ્રજ્ઞતા'ના ગુણોને આત્મસાત કરો.
    • સકારાત્મક અભિગમ અને મીઠી વાણી રાખવાથી દર્દી સાથેના સંબંધો વધુ સુદ્રઢ બને છે.
    • નિરાશાને બદલે પડકારો સામે લડવાની શક્તિ કેળવો.

    આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, ડીન ડો. નંદિની દેસાઈ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સુવિધાજનક અભ્યાસ વાતાવરણ બદલ સરકારનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply