Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં શાળા પ્રવેશોત્સવઃ નાના ભૂલકાઓનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

Live TV

X
  • મોરબી જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ શિક્ષણનો ઉત્સવ ગુંજી ઉઠ્યો છે. મોરબી તાલુકાના શાપર, જેતપર અને રંગપર ગામની શાળાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ દરમિયાન ડો. સુનિલકુમાર બેરવાલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, "આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક બાળકનું શિક્ષિત હોવું અને જવાબદાર નાગરિક બનવું અત્યંત અનિવાર્ય છે. શિક્ષણની સાથે સંસ્કાર અને ‘ગણતર’ પણ એટલા જ જરૂરી છે." તેમણે શાળાના શિક્ષકોને બાળકો સાથે સ્નેહભર્યો વ્યવહાર રાખી તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

    ભૂલકાઓના હૈયે આનંદ અને ઉત્સાહ
    શાળા પ્રવેશોત્સવના આ મહોત્સવમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનો આનંદ જોવા જેવો હતો. મહાનુભાવોના હસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું શાળામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ, અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આપેલ વક્તવ્યોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિ
    આ કાર્યક્રમમાં જેતપર સરપંચ જયંતીભાઈ બોચિયા, રંગપર સરપંચ મેઘરાજસિંહ ઝાલા, સાપર સરપંચ રવીરાજસિંહ જાડેજા સહિત સ્થાનિક પંચાયતના સદસ્યો, એસ.એમ.સી. અધ્યક્ષઓ, નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) કલ્પેશભાઈ બુસા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર ચેતનભાઈ જાકાસણીયા તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ, આંગણવાડીના બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને જાગૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી, જે શિક્ષણની જ્યોતને વધુ તેજસ્વી બનાવવાનો સંદેશ આપે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply