નર્મદાઃ નાંદોદના જુનારાજ ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું
Live TV
-
ગ્રામજનોને 25 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તાની સુવિધા મળશે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજ ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનસુખ વસાવાએ ઝણાવ્યું હતું કે ગ્રામજનોને 25 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તાની સુવિધા મળશે. જુનારાજ ગામના ગ્રામજનોને આઝાદી બાદ પ્રથમ વાર ડામરના પાકા રસ્તાની સુવિધા મળવાની હોવાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ મેટલ રોડ બનાવ્યો હતો, પરંતુ તે ચોમાસાના પાણીમાં ધોવાઈ જતો હતો.
