Skip to main content
Settings Settings for Dark

નર્મદાના પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

Live TV

X
  • શિવનો મહિમા અનંત છે. તેમનાં રૂપ, રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. ત્યારે આજે પણ નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસેના શુલ્પાનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.મૂળ શુલ્પાનેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ 1994 થી ગોરા પાસેના આ નવ નીર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે..

    પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ પતિત પાવાની માં નર્મદાના તટે શિવ મહિમા ગુંજી ઉઠ્યો છે,પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે,ગોરા ખાતે બનાવવામાં આવેલ આ મંદિર ગુજરાત સરકાર ધ્વારા બનાવવામાં આવેલ છે પરંતુ જુનું પ્રાચીન મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયેલ છે.જ્યાં જુનું મંદિર  હતું ત્યારથી ભક્તો દર શ્રાવણ માસમાં દર્શન કરવા જતા અને અત્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઓછી નથી શુલ્પાનેશ્વર મહાદેવની પ્રસિદ્ધિ ગુજરાતમાં નહિ પણ પાડોસી રાજ્યો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાનના ભક્તો પણ અહી આવે છે અને કહેવાય છે કે માં નર્મદા ના દર્શન માત્રથી પવિત્ર થવાઈ છે.ત્યારે આ શુલ્પાનેશ્વર મહાદેવના મંદિર પાસે નર્મદા નદી હોવાથી શ્રદ્ધાળુ અહી પવિત્ર સ્નાનનો પણ લાવો લઇ મહાદેવના મંદિરે દર્શન કરે છે અને તેઓ જય શુલ્પાનેશ્વર નાથના જય જયકાર સાથે માથું ટેકવે છે અને મહાદેવને બીલીપત્ર દૂધ અને તલ ના અભિષેક કરી ધન્યતા અનુભવે છે.

    શુલ્પાનેશ્વર મહાદેવ તીર્થનું પ્રાચીન મહત્વ અનેરું છે.પુરાણોમાં ઉલ્લેખ છે તે મુજબ સ્કંધપુરાણના 44 થી 49માં અધ્યાયમાં તથા શિવપુરાણના 104માં અધ્યાયમાં કહેવાયું છે કે ભગવાન શિવજી એ અંધકાસુર દૈત્યનો વધ કર્યો હતો અને તેના વધ બાદ બ્રહ્મહત્યાના પાપે ભગવાન શિવજીનું ત્રિશુળ તેના રક્તથી ખરડાઈ ગયેલ અને તેના પર લાગેલા લોહીના ડાઘ દુર થતા ન હતા,મહાદેવ ફરતા ફરતા  અહી આવ્યા હતા અને જમીનમાં ત્રિશુળ મારતા જલધારા વહેતી થતા અહી નર્મદા પ્રગટ થતા હતા અને તેની જલધારાથી તેમનું ત્રિશુળ સ્વચ્છ થયું હતું,અને જાતે જ મહાદેવ અહિયાં સ્થાપિત થયા હતા.ત્યારબાદ અજ્ઞાતવાસમાં પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું,ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના સાકાર થતા આ પવિત્ર ભૂમિ એ સદાને માટે જળસમાધી લઇ લીધી અને ત્યારબાદ 1994થી આ નવા મંદિરની સ્થાપના થઇ,જુનું મંદિર અત્યારે સરદાર સરોવરમાં છે છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા હજી પણ યથાવત છે દરેક ભક્ત પોતાની મનોકામના લઇ આવે છે અને દરેક ઇચ્છા શુલ્પાનેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. જુનું મંદિર અત્યારે સરદાર સરોવરમાં છે છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા હજી પણ યથાવત છે દરેક ભક્ત પોતાની મનોકામના લઇ આવે છે અને દરેક ઇચ્છા શુલ્પાનેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે.અને એટલેજ દૂર દૂર થી શ્રાવણ માસ દરમ્યાન ભક્તો નું ઘોડા પુર અહી દર્શનાર્થે ઉમટે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply