Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરતા સમગ્ર રાજ્યમાં ઉજવણીનો માહોલ

Live TV

X
  • રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિતશાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને સમગ્ર દેશમાં લોકોએ આવકાર્યો હતો. રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવવા માટે ભલામણ સાથે સંકલ્પ પત્ર રજુ કર્યું હતું.ત્યારે આ નિર્ણયને લઈને સમગ્ર ભારતમાં આવકારવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપા કાર્યકરો સહિત નાગરિકોએ ફટાકડા ફોડીને તેમજ મિઠાઈ વહેંચીને ઉજવણી કરી.

    પોરબંદર -  પોરબંદર શહેરીજનો દ્વારા આ નિર્ણયને લઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ મીઠાઈ વેચવામાં આવી હતી. મોદી સરકારના ઓતિહાસિક નિર્ણયને લઈને સમગ્ર ભારતમાં આવકારવામાં આવ્યો હતો. 

    સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાના  શહેરીજનો દ્વારા આ નિર્ણયને લઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ મીઠાઈ વેચવામાં આવી હતી મોદી સરકારના ઓતિહાસિક નિર્ણય ને લઈને સમગ્ર ભારતમાં આવકારવામાં આવ્યો હતો. અને વડાપ્રધાન નું જે સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે નું આ પહેલું કદમ છે જે નિર્ણય લીધો તે માટે અમને ખુબજ ગર્વ છે.

    ભાવનગર- જમ્મુ અને કાશ્મીરમાં ૭૦ વર્ષોથી કાર્યરત કલમ-૩૭૦ ને હટાવવામાં આવતા સમગ્ર દેશમાં દીપાવલી ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વડાપ્રધાનના આ સાહસિક નિર્ણયને આવકારી ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળના ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી અને આ નિર્ણયને વધાવ્યો હતો.

     અરવલ્લી - જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 દૂર થતાં અરવલ્લી જીલ્લામાં  પણ ઠેર ઠેર ફટકડા ફોડી, મીઠાઈઓ વહેંચી અને ઊજવણી કરવામાં આવી હતી. જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે ભાજપ સહીત નાગરિકોએ એકઠા થઈ ફટાકડા ફોડી, એક બીજાનું મોં મીઠું કરાવી ભારત માતા કી જયના નારાઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

    જામનગર - રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જમ્મુ કશ્મીરમાં 370ની કલમ દૂર કરવાના નિર્ણય તેમજ લેહ લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાના પ્રદેશની જાહેરાતને જામનગર વાસીઓએ હર્ષભેર વધાવી લીધી હતી જામનગરના માજી સૈનિકો દ્વારા ભારતમાતા કી જય ના નારા સાથે પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદી ને શુભેચ્છા પાઠવી હતી.

    પાટણ - 370 ની કલમ દૂર કરવાનો ગ્રુહ મંત્રી અમિતભાઈ શાહે રાજ્યસભા માં પ્રસ્તાવ મુકતા જ દેશમાં જશ્ન અને ઉત્સવ નો માહોલ જોવા મળી રહ્યો છે .ત્યારે આ ઐતિહાસિક પળ નો સાક્ષી પાટણ નો બગવાડા દરવાજો પણ બની રહ્યો છે . દિવસ ભરથી શરૂ થયેલો આ ઉજવણીનો માહોલ રાતભર જોવા મળ્યો હતો .ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ બગ્વડા દરવાજા ખાતે ભારત માતા પૂજન નો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ભારત માતા ની આરતી ઉતારી પૂજન કરાયું હતું 

    5..દમણ- કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવા લીધેલા નિર્ણયને દમણ - દીવ માં જોશ અને હોંશથી વધાવવામાં આવ્યો હતો. દમણ -દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ ગોપાલભાઈ ટંડેલ ના નેતૃત્વમાં ભાજપ કાર્યકરોએ મીઠાઈઓ વહેંચી અને ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply