પૂરની પરિસ્થિતિમાં લોકો માટે સંકટ મોચક બની આવતી એનડીઆરએફની ટીમ
Live TV
-
પૂરની પરિસ્થિતિઓમાં લોકો માટે સંકટ મોચક બની આવતી એનડીઆરએફ ની ટીમને સો સલામ છે, કે જેઓ પોતાની જીવ દાવ પર લગાવીને બીજાના જીવ બચાવતા હોય છે .પરંતુ આવા લોકો માટે કોણ હોય છે જીવ બચાવનાર એવો સવાલ દરેકને થતો હોય છે તો એના માટે સક્ષાત ભગવાન સંકટ મોચક બનીને આવતા હોય છે.
દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે ભારે વરસાદે નવસારી જિલ્લાને ધમરોળી નાખ્યું છે.ત્યારે જિલ્લાની અંબિકા-કાવેરી એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બંન્ને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય હતી , જેને લઇ 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દ્વારા એનડીઆરએફ ની મદદ લેવાઈ હતી.જેમાં 5000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
નવસારીના બીલીમોરા શહેર નજીક આવેલા ભાઠા ગામે આવેલ વાંગરી ફળીયામાં ફસાયેલા 17 જેટલા લોકોને રેસ્કયુ કરવા ગયેલા એનડીઆરાએફની બોટ ધસમસતા પાણીના પ્રવાહને કારણે પલ્ટી મારી જતા એનડીઆરએફના 4 જેટલા યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા.બે કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક યુવાનોએ બહાર કાઢ્યા હતા . એક એનડીઆરએફના યુવાનને સામન્ય ઈજાઓ થતા સારવાર લેવી પડી હતી.ત્યારબાદ એન્ડીઆરએફની બીજી એક ટિમ સાથે મળીને આ ટીમે 17 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.
