નર્મદાનો કરજણ ડેમ છલોછલ ભરાયો, ડેમમાં પાણીની આવક ૮૭૧ ક્યુસેક
Live TV
-
ચાલુ વર્ષે કરજણ ડેમ છલોછલ ભરાયો છે. આ વખતે નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયેલ છે.
ચાલુ વર્ષે કરજણ ડેમ છલોછલ ભરાયો છે. આ વખતે નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયેલ છે. આજે કરજણ ડેમની સપાટી ૧૧૫.૩૫ મીટર નોંધાવા પામી હતી. આ ડેમમાં પાણીની આવક ૮૭૧ ક્યુસેક થઇ રહી છે ત્યારે રેડીયલ ગેટ નંબર ૪ અને ૬ એમ કુલ-૨ ગેટમાંથી ૧,૧૪૬ કયુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી ૩૫૦ કયુસેક સહિત કુલ ૧,૪૯૬ કયુસેક પાણી રૂલ લેવલ ૧૧૫.૨૫ મીટર જાળવવા છોડવામાં આવી રહેલ છે. કરજણ બંધના બે પેનસ્ટોક આધારિત સ્મોલ હાઈડ્રોપાવર સ્ટેશન ૩ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. આ હાઈડ્રોપાવર વર્ષ ૨૦૧૧ થી કાર્યરત છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૫૦ ક્યુસેક ડીસ ચાર્જ પાણીથી પ્રતિ દિન ૭૨ હજાર યુનિટ વિજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
