Skip to main content
Settings Settings for Dark

નર્મદામાં રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટરની તાકીદ

Live TV

X
  • નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ’ તેમજ ‘જિલ્લા તકેદારી સમિતિ’ની બેઠક યોજાઈ હતી.

    બેઠકમાં કલેક્ટરએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતું અનાજ મળે તે તંત્રની પ્રાથમિકતા છે. વ્યાજબી ભાવની દુકાનોની નિયમિત ચકાસણી માટે અસરકારક એક્શન પ્લાન બનાવવા અને વિતરણમાં પારદર્શિતા રાખવા ભાર મૂક્યો હતો. વધુમાં, નાગરિકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા તેમજ ગ્રાહક સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવા અધિકારીઓને તાકીદ કરી હતી.આ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા નિયમિત તપાસ કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply