નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા પુન: શરુ કરાઈ
Live TV
-
વાવાઝોડાની સ્થિતિ લઇ પરિક્રમા બંધ કરાઇ હતી અને રેંગણ ઘાટમાં બોટ સેવા પણ બંધ કરાઇ હતી, પરંતુ હાલ વાતાવરણ સામાન્ય થતા પરિક્રમા ફરી શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, પરિક્રમાર્થીઓ માટે વ્યવસ્થા પણ કરાઈ છે.
એક વ્યક્તિ અન્ય 6 નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે
આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તા. 19/03/2026 થી તા.18/04/2026 સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા yatradhamportal.gujarat.gov.in" વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટમાં એક સાથે એક વ્યક્તિ અન્ય 6 નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એક પરિક્રમાર્થી અલગ અલગ 7 સ્લોટમાં મહત્તમ 49 પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફ્રી ચુકવવાની રહેતી નથી. આ વર્ષે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અવશ્ય રજીસ્ટ્રેશન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
