Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની યોજાઇ બેઠક

Live TV

X
  • ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને અગ્રતા આપીને તેના ઝડપી અને ત્વરિત ઉકેલ સાથે વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તે જોવાની પણ મંત્રી પૂર્ણેશ મોદીએ ખાસ હિમાયત કરી હતી.

    જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, પ્રાયોજનના વહિવટદાર બી.કે.પટેલ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે,  નોવેલ કોરોનાના લીધે જે લોકોના મૃત્યુ થયા હોય  અને સહાય ચૂકવવાની બાકી હોય તેવી અરજીઓને સત્વરે નિકાલ કરવા, જિલ્લા સહિત તાલુકાકક્ષાએ પણ ડોર ટુ ડોર કચરાનો યોગ્ય નિકાલ થાય તેવું સુચારૂં આયોજન હાથ ધરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

    ઉક્ત બેઠકમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જિલ્લામાં ગુણવતાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા, રાજપીપલા કરજણ નવા બ્રિજથી સ્મશાન સુધીના કિનારાની પાસે આવેલ રસ્તાનું કામની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવાની સાથે રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલ ગટરલાઇનનું કામ ઝડપભેર પૂર્ણ કરવાની  સાથે જિલ્લાના દરેક તાલુકામથકોએ પણ હેલીપેડ બને તે માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા ઉપરાંત   મહેસૂલ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ મકાન વિભાગ, વીજ વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ  સાથે જરૂરી ચર્ચા સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

    જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ઉક્ત બેઠકમાં  જિલ્લામાં ચાલી રહેલા  વિકાસકાર્યો તેમજ  વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અંગે  વિસ્તૃત જાણકારી  સાથે ઉક્ત પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સંબંધિત અમલીકણ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના પ્રશ્નો અને રજૂઆતોના ઉકેલ સંદર્ભે પણ જે તે વિભાગોને જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ અપાઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply