બોટાદમાં રોજ પાણી મળી રહે તેવા હેતુથી પાણી સ્ટોરેજ સંપનું કરાયું ખાતમુહૂર્ત
Live TV
-
બોટાદમાં રોજ પાણી મળી રહે તેવા આયોજન સાથે ધારાસભ્ય સૌરભ પટેલ 1 કરોડ 13 લાખના ખર્ચે પાણી સ્ટોરેજ સંપનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્ય આગામી 5 મહિનામાં પૂર્ણ થશે. હાલ 4 વોર્ડ માટેનો સંપ બાદ શહેરના તમામ વિસ્તારમાં રોજ પાણી મળે રહેશે. બોટાદ નગરપાલિકા દ્રારા શહેર ના વોર્ડ વિસ્તાર માં હાલ 5 થી 6 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. બોટાદ નગરપાલિકા દ્રારા શહેરના તમામ કુલ 11 વોર્ડમાં રોજ પાણી મળી રહે તેવા આશય સાથે પાણી સ્ટોરેજ સંપનું ખાત મુહર્ત કરવામાં આવ્યુ છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રી વોરા, શહેર ભાજપ પ્રમુખ ચંદુ પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારી અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
