Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં એકતા રથયાત્રાનું આયોજન કરાયું

Live TV

X
  • સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના લોકાર્પણ અવસરે એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

    સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના લોકાર્પણ અવસરે એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવસારીમાં ધારાસભ્ય પયુશ દેસાઈ અને નરેશ પટેલે એકતા રથયાત્રાને લીલી ઝંડી બતાવીને એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. નોંધનિય છે કે સરદાર સરોવર ડેમના સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટિની પ્રતિમાનું આગામી તા. 31મી ઓક્ટોબરે લોકાર્પણ સાથે લોકચેતનાની શક્તિને જોડવા રાજ્ય સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા રથયાત્રાનુ આયોજન કર્યું છે. નવસારીમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરીને એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. નવસારી જિલ્લામાંથી 41 ગામમાંથી એકતા રથયાત્રા નીકળશે અને રીતે રાજ્યભરમાંથી લોહપુરૂષ સરદાર પટેલને ભાવાંજલિ અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply