સિંહોના નામે વેપાર કરવા બેસેલા ફાર્મ ફાઉસો હોટેલ સંચાલકોમાં સરકારની આ કામગીરીથી ફફડાટ
Live TV
-
વહીવટી તંત્રના વિવિધ વિભાગો જેમ કે ફોરેસ્ટ PGVCL અને પોલીસે સાથે મળી ગીર આસપાસના ચિત્રોડ બોરવાવ ધાવા સહિતના વિસ્તારોમાં મોટા કાફલા સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું
તાજેતરમાં ગીરમાં 23 સિહોના મોત બાદ સરકાર વધુ કડક બની છે. વહીવટી તંત્રના વિવિધ વિભાગો જેમ કે ફોરેસ્ટ PGVCL અને પોલીસે સાથે મળી ગીર આસપાસના ચિત્રોડ બોરવાવ ધાવા સહિતના વિસ્તારોમાં મોટા કાફલા સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અગાઉ તંત્રએ સીલ લગાવ્યા હોય તેનું ખાસ ચેકિંગ કરાયું હતું. સાથે હોટેલોની નવા ઓરડાની મંજૂરીની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં સંખ્યાબંધ ગેરરિતી બહાર આવતા 11 જેટલા એકમોને સીલ મરાયા હતા. સિંહોના નામે વેપાર કરવા બેસેલા ફાર્મ ફાઉસો હોટેલ સંચાલકોમાં સરકારની આ કામગીરીથી ફફડાટ મચી જવા પામ્યો હતો.
