નવસારીમાં ત્રીજા દિવસે પાણીના સ્તરમાં આવ્યો ઘટાડો
Live TV
-
રાજ્યમાં ધીમેધીમે વરસાદની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. નવસારીમાં ત્રીજા દિવસે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. અહીની પૂર્ણાં અને અંબિકા નદીએ, ભયજનક સપાટી પાર કરતા ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં ધીમેધીમે વરસાદની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. નવસારીમાં ત્રીજા દિવસે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. અહીની પૂર્ણાં અને અંબિકા નદીએ, ભયજનક સપાટી પાર કરતા ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પુરના પગલે નવસારી શહેરના કાશીવાડી, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, ભેસ્તખાડા, દશેરા ટેકરી, રંગૂનવાલા નગર, બંદર રોડ, નવીન નગર જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ છથી દસ ફુટ જેટલા પાણી ભરાયેલા છે. જોકે પાણીનું સ્તર ઘટતા ઊંચાણ વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ કરી રાબેતા મુજબ જીવવાની શરૂઆત કરી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વડોદરામાં છેલ્લાં 48 કલાકથી વરસાદે વિરામ લીધો છે. વિશ્વિમિત્રી નદીનું સ્તર ઘટ્યું છે. તાપી જિલ્લામાં પણ પરિસ્થિતિ થાળે પડી રહી છે. સોનગઢ, વ્યારા અને ડોલવણ તાલુકાઓ વધુ પ્રભાવિત થયા હતા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સજ્જ છે.
સુરતમાં ગઈકાલથી વરસાદ થંભી જતાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. કીમ નદીમાં પાણી ઘટવાને લીધે આંશિક રેલ વહેવાર ધીમધીમે શરૂ થયાના અહાવાલો પ્રાપ્ત થયા છે.
