Skip to main content
Settings Settings for Dark

નવસારી કૃષિ યુનિ. એ તરબૂચની છાલમાંથી હેલ્ધી કેન્ડી બનાવી

Live TV

X
  • નવસારી કૃષિ યુનિવર્સિટીએ એક પ્રયોગ કરી તરબુચની વધેલી છાલમાંથી કેન્ડી બનાવી છે. જેને 'નવસારીના પેઠા' એવું નામ આપવામાં આવ્યું છે.

    ધગધગતા ઉનાળામાં કાળઝાળ ગરમીથી ગળાને થોડી રાહત આપવા માટે લોકો તરબૂચનો સહારો લેતા હોય છે. જાહેર રસ્તાઓ પર ગરમીની સિઝનમાં તમને તરબુચના સ્ટોલ ગમે ત્યાં જોવા મળી જ જતા હોય છે.

    લોકો ગરમીમાં તરબુચની મજા તો માણે જ છે. જો કે લોકો તરબૂચની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ નવસારી કૃષિ યુનિવર્સિટીએ એક પ્રયોગ કરી તરબુચની વધેલી છાલમાંથી કેન્ડી બનાવી છે. જેને 'નવસારીના પેઠા' એવું નામ આપવામાં આવ્યું છે.

    કૃષિ યુનિવર્સિટીએ તરબુચના સફેદ ભાગનો અભ્યાસ કરીને એક આરોગ્યવર્ધક કેન્ડી બનાવી છે. બજારમાં વેચાતી રસાયણિક પ્રક્રિયાવાળી કેન્ડી કરતા હજારો ગણી ગુણવત્તા આ કેન્ડીમાં રહેલી છે અને કૃષિ વૈજ્ઞાનિકો તેને સ્વાસ્થય માટે ખાવાની સલાહ પણ આપી રહ્યા છે.

    આ ઠંડી કેન્ડી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામે તે માટે યુનિવર્સિટીએ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાટાઘાટો શરૂ કરી છે. ટૂંક સમયમાં MOU કરીને તે બજારમાં વેચાતી પણ તમને જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply