Skip to main content
Settings Settings for Dark

નવસારી, ખંભાત, ઓલપાડમાં બારે મેઘ ખાંગા, તંત્ર એલર્ટ

Live TV

X
  • ખંભાતમાં 16 ઈંચ, ઓલપાડમાં 12 ઈંચથી વધુ વરસાદ

    રાજયમાં છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન, દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ નોંધાયો છે. ,જેમાં આણંદ જિલ્લા ના ખંભાત તાલુકા માં , સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કુલ 21 તાલુકાઓમાં 4 ઈંચથી 13 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં સુરતમાં ઓલપાડ તાલુકામાં 321 મિલીમીટર એટલે 13 ઈંચ અને ઉમરપાડા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે વરસાદથી પ્રભાવિત ચાર જિલ્લામાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા 2 હજાર 649 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ વલસાડ જિલ્લા વલસાડ શહેરમાંથી 987 નાગરિકો, સુરતમાં ઓલપાડમાંથી 1261 નાગરિકો, આણંદના ખંભાતમાં 110 નાગરિકો, ભરૂચના અસરમા ગામમાંથી 91 નાગરિકો અને વડોદરા જિલ્લાના મજૂર ગામડી વિસ્તારમાંથી 200 નાગરિકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની, અંબિકા અને કાવેરી નદીઓમાં જળસ્તર વધ્યા છે. જેના કારણે ગણદેવી તાલુકાનુ ધ્રોલ ગામ છેલ્લા 15 દિવસમાં 5 મી વખત સંપર્કવિહોણુ બન્યુ છે. તો ગણદેવી શહેર તરફથી  બીલીમોરા જતા માર્ગ પર આવેલ વેગનીયા ખાડીનો લોઅર લેવલ પુલ ડૂબ્યો ગયો છે. જેના કારણે બીલીમોરા અને ગણદેવીનો ઈન્ટર માર્ગ બંધ થઈ જતા 60 જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો હતો.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ,રાજ્યમાં થયેલા ,વ્યાપક વરસાદ ની સ્થિતિ ની ,સમીક્ષા ,ગઈકાલે મોડી રાત્રે, ગાંધીનગર માં ,સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર માં, જાતે જઈને કરી હતી અને જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ ખાસ કરીને ખેડા અને નવસારી જિલ્લામાં ગઈકાલે થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની વરસાદી સ્થિતિથી પણ તેઓ વાકેફ થયા હતા. તેમણે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે આ જિલ્લાના કલેક્ટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની તાકીદ કરી હતી. જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ સુરતમાં કીમ અને નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તે સંજોગોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની જિલ્લા તંત્રની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply