Skip to main content
Settings Settings for Dark

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી ભારે વરસાદનો તાગ મેળવતા CM

Live TV

X
  • કંન્ટ્રોલરુમમાંથી જિલ્લાના અધિકારીઓ સાથે કરી સીધી વાતચીત

    રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદને  પગલે અનેક નદીનાળા છલકાયા છે..તો અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે..ત્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી રાજ્યમાં ખેડા અને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની જાત માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.. તેમણે આ બન્ને જિલ્લાના તંત્ર વાહકો સાથે  કંટ્રોલ રૂમ માં થી હોટ લાઇન પર વાતચિત કરીને વિગતો મેળવી  હતી..મુખ્યમંત્રી હાલ  મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે સમગ્ર રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધી પડેલા વરસાદની વિગતો મેળવી સમીક્ષા કરી રહ્યા છે...રાજ્ય માં સરેરાશ125 મી.મી થી ઓછો વરસાદ થયો હોય તેવા હવે 10 થી 15 તાલુકાઓ જ રહેલા છે તેની  તેમજ  અન્ય તાલુકાઓ ના વરસાદ ની માહિતી મેળવી હતી..

    નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી, કાવેરી નદી તથા પુર્ણા નદીમાં પુરની પરિસ્થિતિને ધ્યાને લઇ તમામ સંબંધિત અધિકારીશ્રી, તમામ લાયઝન અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તેમજ ગામના તલાટીશ્રીઓએ હેડક્વાટરમાં રહેવુ તથા નીચાણ વાળા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી અને નદી કાંઠાના તમામ ગામોના સતત સંપર્કમાં રહેવું તેમજ સાવચેત કરી તકેદારીના તમામ પગલા લેવા તેમજ ગામજનોને નદી કિનારે ન જાય તેની જાણ કરવા સૂચના અપાઈ જવા જણાવવામાં આવે છે અને બીજો આદેશ ન મડે ત્યાં સુધી કોઇએ પણ કાર્યમથક ન છોડવા ખાસ સુચના આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply