નવસારીમાં વરસાદથી નદી નાળા છલકાયા
Live TV
-
વરસાદને કારણે જિલ્લાની, અંબિકા અને કાવેરી નદીઓમાં જળસ્તર વધ્યા છે. જેના કારણે ગણદેવી તાલુકાનુ ધ્રોલ ગામ છેલ્લા 15 દિવસમાં 5 મી વખત સંપર્કવિહોણુ બન્યુ છે
નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની, અંબિકા અને કાવેરી નદીઓમાં જળસ્તર વધ્યા છે. જેના કારણે ગણદેવી તાલુકાનુ ધ્રોલ ગામ છેલ્લા 15 દિવસમાં 5 મી વખત સંપર્કવિહોણુ બન્યુ છે. તો ગણદેવી શહેર તરફથી બીલીમોરા જતા માર્ગ પર આવેલ વેગનીયા ખાડીનો લોઅર લેવલ પુલ ડૂબ્યો ગયો છે. જેના કારણે બીલીમોરા અને ગણદેવીનો ઈન્ટર માર્ગ બંધ થઈ જતા 60 જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો હતો.
વહીવટીતંત્રએ બ્રિજ પરથી જવા માટે હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. ભારે વરસાદના કારણે નવસારીના 8થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જોકે વિજ કંપનીની ટીમે વીજ પુરવઠો પુર્વવત કરવા માટે કમર કસી છે. નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 12.50 ફૂટ. જ્યારે કાવેરી નદીની જળ સપાટી 10 ફૂટે પહોચી છે અને અંબિકા નદીની જળસપાટી 18.3 ફૂટે પહોચી છે.
