Skip to main content
Settings Settings for Dark

દક્ષિણમાં મેઘો દેધનાધન, માંગરોળમાં 11 ઇંચ વરસાદ

Live TV

X
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ,જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 10 ઇંચ અને વાપીમાં ૯ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    રાજયમાં છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ,જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.  તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 10 ઇંચ અને વાપીમાં ૯ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વઘઈમાં ૭ ઇંચ, પારડી અને વાંસદામાં તાલુકામાં ૬ ઈંચ, ધરમપુર, વલસાડ, તાલુકામાં ૫ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉમરગામ, ઉમરપાડા, ગણદેવી, નવસારી, અને હાંસોટ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે.

    જયારે સુરત શહેર સાથે ગરૂડેશ્વર, વાલોડ, નસવાડી, સાથે કુલ દક્ષિણ ગુજરાતના ૧૫ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે રાજયના અન્ય ૩૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 52 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં ૩૫.૯૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૩.૬૫ ટકા, પુર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૪૩.૫૯ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૭.૪૬ ટકા જેટલો ,સિઝનનો સરેરાશ વરસાદ નોંધાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply