Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા, સફાઇ કામગીરી હાથ ધરાઇ

Live TV

X
  • ભરાયેલા પાણીના નિકાલ અને રસ્તાઓની સફાઈ ,માનવ સંપદા અને યંત્રોની મદદ થી હાથ ધરાઈ છે. આ કામમાં સુરત અને અમદાવાદ કોર્પોરેશનની ટીમો, યંત્રો અને કર્મચારીઓ સાથે આજ વહેલી સવારથી સ્થાનિક તંત્રને મદદ કરી રહી છે.

    વડોદરામાં હાલમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને વિશ્વામિત્રીની સપાટી ઘટી રહી છે ત્યારે ભરાયેલા પાણીના નિકાલ અને રસ્તાઓની સફાઈ ,માનવ સંપદા અને યંત્રોની મદદ થી હાથ ધરાઈ છે.આ કામમાં સુરત અને અમદાવાદ કોર્પોરેશનની ટીમો, યંત્રો અને કર્મચારીઓ સાથે આજ વહેલી સવારથી સ્થાનિક તંત્રને મદદ કરી રહી છે. શહેર-જિલ્લા આરોગ્ય તંત્રની 98 ટીમો દ્વારા ,આરોગ્ય સર્વેક્ષણ થઈ રહ્યું છે ,તેમજ સારવાર અપાઈ રહી છે. નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ ઉચિત કામગીરીમાં સતત માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે નગરસેવકો અને પદાધિકારીઓને પણ ,પોતાના વિસ્તારોમાં થતી કામગીરી પર નજર રાખવા અને તંત્રને મદદરૂપ બનવા સૂચના આપી છે.

    17 jcb, 24 સકસન મશીન, 16 જેટિંગ મશીન, 4 સુપર સક્શન મશીન,  20 ડમ્પર્સ જેવી મશીનરી કામે લગાડવામાં આવી છે. સુરતની ટીમ 2 રોબોટ લાવી છે જે રસ્તા પરથી મોટા પ્રમાણમાં કચરો એક સાથે ઉપાડીને સીધો ટ્રકમાં ભરી શકે છે.  05 ગ્લુટર મશીન પણ લવાયા છે..જે જામ થઈ ગયેલી ગટર લાઈનની સફાઈમાં ખૂબ ઉપયોગી છે. 200 વાહનો દ્વારા ઘેર ઘેરથી કચરો ઉપાડવાનું કામ શહેરભરમાં યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.  શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રની 98 ટીમોએ ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણ હાથ ધર્યું છે.. તેની સાથે તાવ સહિતના રોગો જણાય તો જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 105 શાળાઓના શિક્ષકો અને આચાર્યો સફાઈ કર્મચારીઓ સાથે વહેલી સવારથી સફાઈ અભિયાનમાં યોગદાન આપી રહ્યા છે. વન વિભાગની 6 ટીમો વન્ય જીવોને પાણીમાંથી ઉગારવાનું કામ કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply