પૂર્વ અમદાવાદને નવુ નજરાણુ મળ્યુ, CMના હસ્તે જડેશ્વર વનનું લોકાર્પણ
Live TV
-
'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત'' વન મહોત્સવની ઉજવણી
'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત'' અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી..અમદાવાદના આદિનાથનગર પાસે ઓઢવ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે '' જડેશ્વર વન '' નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ..પૂર્વ અમદાવાદના લોકોનો મુખ્યમંત્રીએ નવુ નજરાણુ ભેટમાં આપતા અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..આ જડેશ્વર વનમાં સેલ્ફી પોઈન્ટ, ઓપન થિયેયર, વૉકિંગ ટ્રેક, ઓપન જીમ, ભૂલકાઓ માટે રમતગમતના સાધનો તેમજ યોગા કેન્દ્ર પણ જોવા મળશે..સમારોહમાં મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યુ હતુ..
સમારોહમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવા સૌને અપીલ કરવામાં આવી..
