Skip to main content
Settings Settings for Dark

વલસાડમાં ઈકો કારમાં 10 લોકો ફસાયા, નવસારીનું ઘોલ ગામ સંપર્કવિહોણુ બન્યુ

Live TV

X
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા

    વલસાડના ધરમપુર તાલુકાનું વહિયાલ ગામ પાસે એક ઈકો કાર ફસાઈ ગઈ હતી..10 થી 12 લોકો આ કારમાં સવાર હતા..જેઓ ફસાયા હતા..નાની ખાડીમાં વહેતા પાણીમાં આ કાર ફસાઈ હતી..ધરમપુર ફાયર અને પોલીસની ટીમ તત્કાલ સ્થળ પર પહોચી રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યુ હતુ..અને તમામ લોકોના જીવ બચાવી લીધા હતા...જોકે કાર પાણીમાં તણાઈ ગઈ હતી..તમામ યુવાનો વાપી કંપનીમાંથી પોતાના ઘરે તામાછડી ગામ જતા હતા..

    નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓમાં જળસ્તર વધ્યા છે..જેના કારણે ગણદેવી તાલુકાનુ ઘોલ ગામ સંપર્કવિહોણુ બની ગયુ છે..છેલ્લા 15 દિવસમાં 5મી વાર સંપર્કવિહોણુ બન્યુ છે..તો ગણદેવી શહેર તરફથી બીલીમોરા જતા માર્ગ પર આવેલ વેગનીયા ખાડીનો લોવર લેવલ પુલ ડૂબ્યો ગયો છે.જેના કારણે બીલીમોરા અને ગણદેવીનો ઈન્ટર માર્ગ બંધ થઈ જતા 60 જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો હતો..વહીવટી તંત્રએ બ્રિજ પરથી જવા માટે હાલમાં પ્રતિબંધ મૂક્યો છે..ભારે વરસાદના કારણે નવસારીના 8 થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો..જોકે વિજ કંપનીની ટીમે વીજ પુરવઠો પુર્વવત કરવા માટે કમર કસી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply