રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડમાં ધોધમાર વરસાદ, કપરાડામાં 10 ઈંચ
Live TV
-
ઉમરગામ, ધરમપુર, પારડી, વલસાડ, વાપીમાં પણ સાંબેલાધાર વરસાદ
વલસાડ જિલ્લામાં શુક્રવારથી પડી રહેલો વરસાદ રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેતા ફરી વલસાડ જિલ્લામાં વરસાદ ની ધમાંકેદારી બેટીંગ ચાલુ રહી છે..ભારે વરસાદ ને પગલે વલસાડ જિલ્લા ના કપરાડા,ધરમપુર તેમજ પારડી તાલુકામાં આવેલ લો લેવલ કોઝવે પર ફરી પાણી ફરી વળ્યા હતા ....ભારે વરસાદ ને પગલે રસ્તાઓ તેમજ ખુલી જગ્યાઓ પર પાણી ફરી વળ્યાં હતા.જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લા ની તમામ નદીઓ માં પાણી આવતા ફરી ગાડી તુર બની છે...તો બીજી તરફ કપરાડા,ધરમપુર,પારડી ના અનેક નીચાલવાળા કોઝવે પર ફરી એકવાર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ છે ભારે વરસાદ ને પગલે કપરાડા ના માંડવા ગામ થી વારોલી,કોઠાર ગામ જતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાઈ ગયો હતો..ઉમરગામ તાલુકા મા પણ આખી રાત અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર ખુલ્લી જગ્યા ઓ પર પાણી ભરાયા હતા..તેમજ નદીઓ માં નવા નીર આવતા ઉમરગામ તાલુકા ની નદીઓ બે કાઠે વહી રહી છે..તો ઉમરગામ ની વારોલી ખાડી ના પાણી ટીભીં ગામેં માછીવાડ માં ઘુસ્યા હતા..જેના કારણે લોકોના ઘરો માં પાણી ભરાયા હતા.. છેલ્લા 24 કલાક નીં જો વાત કરવામાં આવે તો ઉમરગામ 92 MM, કપરાડા 261 MM, ધરમપુર 127 MM, પારડી 169MM, વલસાડ 122 MM,અને વાપી માં 231 MM જેટલો વરસાદ નોંધાયો છે
છોટાઉદેપુરમાં મેઘરાજાની ફરી બેટિંગ
વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો રાત્રિ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો, નસવાડીમાં રાત્રિ દરમિયાન બે ઈંચ, છોટાંઉદેપુર માં પોણા બે ઈંચ, બૉડેલી અને કવાંટ માં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો..જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં માં પડેલ વરસાદના આંકડા છોટાઉદેપુર : 40મીમી , જેતપુરપાવી : 04mm , સંખેડા:01 mm, નસવાડી: 52 mm, બૉડેલી : 25mm , કવાંટ : 29mm , છોટાઉદેપુર માં આજે સવારે 6 થી 8માં વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો.નર્મદા જિલ્લામાં મેઘમહેર યથાવત
નર્મદા જિલ્લામાં મેઘ મહેર યથાવત રહી છે..આખીરાત પાંચેય તાલુકાઓમાં વરસાદ પડ્યો ..જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે તિલકવાડા ના કસુંદર ની મેણ નદી બે કાંઠે મેણ નદીના પુલ પર પાણી ફરી વળ્યાં હતા.. વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.,અમરેલીમાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યા
અમરેલી પંથકમાં ગઈકાલે થયેલ ભારે વરસાદના પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા છે..ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુજી ડેમમાં થઈ રહી છે નવાનીરની આવક .ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..શેત્રુંજી ડેમનું પાણી ભાવનગર માટે પીવાના પાણી અને તળાજા , મહુવા ઘોઘા સાહિતના તાલુકામાં પિયતના પાણી માટે ઉપયોગ માટે લેવામાં આવે છે.અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વડીયા લાઠી લીલીયા સહિત ધોધમાર વરસાદ ખેડૂતો ખુશખુશાલ મેઘમહેરથી નદી નાળા છલકાયા શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા જિલ્લાના લીલીયા ની નાવલી નદી અમરેલી ની શેત્રુજી નદી પણ પાણી આવ્યા બગસરા નાં મુંજીયાસર ગામમાં આવેલ ડેમ માં નીર આવ્યા ખુબજ પ્રાચીન આ ડેમ માં નવા નીર આવતા ખેડૂતોને રાહત તેમજ પાણી નો પ્રશ્ન હલ થઈ ગયો હતો સવાર થી શરૂ થયેલ વરસાદ 4 કલાક જેટલો વરસાદ પડ્યો હતો
ભાવનગર-અમદાવાદ માર્ગ પર વિઝીબિલીટી ઓછી થતા વાહનચાલકોને મુશ્કેલી
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં મેઘમહેર જોવા મળી રહી છે..ત્યારે આજેવહેલી સવારથી જ ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ પર ધોલેરા-પીપળી સહિત ના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદ ના કારણે વિઝીબિલિટી પણ ઓછી થતા વાહન ચાલકો ને મુશ્કેલી સર્જાય રહી છે.તો આ માર્ગ પર બંને સાઈડો પર જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે.ભાવનગરથી બરોડા જવાનો માર્ગ વટામણ સાબરમતીની સાથે ધોળકા ખેડાનો માર્ગ બંધ કરાયો હોવાના અહેવાલ છે..જેથી બરોડા જવા માટે અમદાવાદ થઈ બરોડા તરફ વાહનચાલકોને જવા સૂચન અપાઈ રહ્યા છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ
ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સાંબેલાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા..જેમાં સૌથી વધુ વઘઈ તાલુકામાં પોણા આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો..જ્યારે સાપુતારામાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદી આંકડા પર નજર કરી તો આહવા. 105mm , વઘઇ 184 mm સુબીર, 47 mm અને સાપુતારા 98mmગીરસોમનાથમાં સાર્વત્રિક વરસાદ
વાત કરીએ ગીરસોમાનથ જિલ્લાની તો અહી આજે સવારે છ વાગ્યા સુધી 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી..જિલ્લામાં સૌથી વધુ ગીરગઢડામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો..24 કલાકના આંકડા પર નજર કરીએ તો ઉના - 82 mm, કોડીનાર - 53 mm, ગીર ગઢડા - 105 mm , તાલાલા - 13 mm , વેરાવળ - 25 mm, સુત્રાપાડા - 31 mm વરસાદ નોંધાયો હતો..
