નવસારી લોકસભા બેઠકના 25 ઉમેદવારોએ કુલ 66.65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો
Live TV
-
નવસારી લોકસભા બેઠક પર કુલ 25 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ તમામ ઉમેદવારોના ભાવિ 23 એપ્રિલે ઈવીએમમાં સીલ થઇ ચુક્યા છે. દરેક ઉમેદવારોએ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી મતદારોને રીઝવવા પોતાનો પ્રચાર કર્યો હતો. આ પ્રચાર પાછળ નવસારી લોકસભા બેઠકના 25 ઉમેદવારોએ કુલ 66.65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. નવસારી લોકસભા બેઠક પર સૌથી વધુ 30.38 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે 17.55 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. જયારે બાકીના 23 જેટલા ઉમેદવારોએ મળી કુલ 16.78 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો.
