Skip to main content
Settings Settings for Dark

નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Live TV

X
  • ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવ્યા છે. ત્યારે આજે તેમની મુલાકાતના બીજા દિવસે તેમણે ગુજરાતના અનેક પ્રકલ્પોનું ઇ-લોકાપર્પણ કર્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો. 

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના દીર્ઘદૃષ્ટિવંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે આ શક્ય બન્યું છે. આજે દુનિયાના અનેક દેશો ભારતનું અવલોકન અને અનુકરણ કરી દેશના પ્રધાનમંત્રીની દરેક વાત ગંભીરતાથી પોતાના રાષ્ટ્રવિકાસ માટે અમલમાં મૂકે છે. વડાપ્રધાન શ્રી હંમેશા ઉજ્જવળ વર્તમાન થકી ઉજ્જવળ ભવિષ્યની કલ્પના સાકાર કરી રહ્યાં છે. આઝાદી પહેલા અને આઝાદી બાદ ગુજરાતના અનેક પનોતા પુત્રોનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન રહ્યું છે અને વર્તમાનમાં પણ ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ઇનવેસ્ટમેંટ અને ઓપોર્ચ્યુનીટી માટે આજે ગુજરાત વિશ્વભરમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે. 
     
    ઉપરાષ્ટ્રપતિએ ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, પોતે 33 વર્ષ પહેલા જ્યારે સંસદસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે સંસદસભ્યને પોતાના પંસદગીના વ્યક્તિઓને 50 જેટલા ગેસ કનેક્શન ફાળવવાની સત્તા હતી, પરંતુ છેવાડાના માનવી માટે હરહંમેશ ચિંતનશીલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે કરોડો ઘરેલૂ ગેસ કનેક્શન મફત પૂરા પાડ્યાં છે. પહેલા જિલ્લાની જરૂરિયાતને ધ્યાને રાખી વિજળી પૂરી પાડવામાં આવતી હતી અને આજે છેવાડાના નાગરિકને વીજળી પહોચેં તેવુ સુદૃઢ આયોજન કરાયું છે. ૩૪ વર્ષ પહેલાં અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત વેળાએ મેં સપને પણ વિચાર્યુ નહોતું કે ભારતમાં આનાથી પણ વિશાળ પ્રતિમા નિર્માણ પામશે. આજે ગુજરાત સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની અદભુત રચના નિહાળી ગૌરવનો અનુભવ કરું છું તેમ તેમણે ઉમેર્યું હતું. 

    તેમણે ઉમેર્યું કે, મારે 40 વર્ષ પહેલા સંશોધન લાયબ્રેરી માટે 6 હજાર ઉધાર લેવા પડ્યા હતાં, પરંતુ આજે દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપનું સુદૃઢ માળખુ તૈયાર થયું છે. વિદ્યાર્થીઓને સંશોધન માટે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન લેબ, ઇન્ક્યુબેટર, શોધ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વગેરે જેવી યોજનાઓ થકી સ્કોલરશીપ મળતી થઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply